ખેડૂત આંદોલનમાં સત્યનો સાથ આપ્યો એટલે દબાણ લાવવાનો પ્રયાસ, પણ મારો વ્યવસાય કાયદેસર અને નીતિ સાથેનો છે : કારૂભાઈ અમૃતીયામોરબી : મોરબીમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલની ટીમે રાજ્યમંત્રીના ભાઈ કારુભાઈ અમૃતિયાના ટીબડી પાટિયા પાસે આવેલ ડેલ્ટા સ્ટોન ક્રશર કારખાને ચેકીંગ હાથ ધર્યું હતું. કારૂભાઈ અમૃતિયા છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલનમાં સક્રિય છે અને તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે અચાનક તેમના કારખાને ચેકિંગ થતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. જો કે ખાણ ખનીજ વિભાગે આ રૂટિન ચેકીંગ હોવાનું જણાવ્યું છે. આ ચેકિંગ અંગે મોરબી અપડેટ દ્વારા કારુભાઈ અમૃતિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ખાણ ખનીજ અને PGVCL ની ટીમ તેમના સ્ટોન ક્રશર કારખાને આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે આવા કોઈ દબાણથી કે ચેકિંગથી હું ડરતો નથી, કારણ કે તેઓ તમામ રોયલ્ટી અને ટેક્સ કાયદેસર રીતે ભરે છે. કારુભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમનો ધંધો સંપૂર્ણપણે કાયદેસર છે. તેઓએ ઉમેર્યું કે દેશ કે માણસને નુકસાન થાય તેવો ધંધો કરતા નથી કે નથી કોઈનો 1 રૂપિયો ખોટો લીધો. ભલે ઈન્કમટેક્સ વિભાગ આવે કે અન્ય કોઈ, તેમને કોઈ વાંધો નથી. અંતમાં તેઓએ કહ્યું કે જ્યારે તેઓ ધર્માદાના કામમાં ટ્રેક્ટર ભરીને મોકલે છે તો પણ રોયલ્ટી તેઓ પોતાના ખર્ચે ભરે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #KantiAmrutia #RakeshAmrutia #FarmersProtest #GujaratNews