મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામની સીમમાં છગનભાઇ લવજીભાઈ બરાસરાની વાડી પાસે આવેલ વોકળામાંથી અંદાજે 30થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તેમજ બનાવ હત્યાનો છે કે, આત્મહત્યાનો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.