રેલવે સ્ટેશન રોડ, વાઘપરા અને ભડિયાદ રોડ પર સ્થાનિક પોલીસ અને એલસીબીની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં વરલી મટકાના દુષણને ડામવા સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા દરોડાની હેટ્રિક સર્જી રેલવે સ્ટેશન રોડ, વાઘપરા અને ભડિયાદ રોડ પર ત્રણ સફળ દરોડા પાડી ત્રણ આરોપીઓને મોબાઈલ ફોનમાં તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લઈ અંદાજે રૂપિયા 30 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એક આરોપીનું નામ કપાત લેવામાં ખુલતા કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એલસીબી ટીમે ભડિયાદ રોડ પર ભડિયાદ કાટા પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલ આરોપી વિમલ વલ્લભભાઈ વાગડીયા રહે.ભડિયાદ કાંટા વાળાને રોકડા રૂપિયા 7100 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં અફઝલ ઉર્ફે જલો સમા રહે.સો ઓરડી વાળાનું નામ કપાત લેવામાં ખુલતા બન્ને વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે વાઘપરા શેરી નંબર 8માંથી આરોપી દિપક રામજીભાઈ કારીયા રહે.વાઘપરા વાળાને રોકડા રૂપિયા 500 અને 5 હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે વરલીના આંકડા લેતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન રોડ પર બજરંગ અખાડા પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા આરોપી ગોવિંદ દયારામ ચૌહાણ રહે.નવલખી ફાટક, કૃષ્ણ સોસાયટી વાળાને રોકડા રૂ.12,400 તેમજ 5 હજારના મોબાઈલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.