સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે દબાવવાનો પ્રયાસ કર્યો : સરકાર અને અધિકારીઓ સામે કારૂભાઈ અમૃતિયાની તીખી પ્રતિક્રિયામોરબી : ખેડૂત આંદોલનમાં સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મંત્રીના ભાઈ કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર ઉપર ખનિજ વિભાગ અને પીજીવીસીએલની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓની ટીમે રોયલ્ટી બુક, સ્ટોક અને ખાણમાંથી કેટલું ખનન કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઓચિંતી તપાસને લઈ કારૂભાઈ અમૃતિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે.હું હંમેશા કાયદેસર કામ કરું છું, તમામ એડવાન્સ ચૂકવેલા છે: કારૂભાઈ અમૃતિયાઆ દરોડા અંગે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા કારૂભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ખાણ ખનિજ વિભાગની ટીમ આવી ત્યારે તેઓ બહાર હતા, પરંતુ બાદમાં તેઓએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, 'હું ક્યારેય કોઈ સરકારી બાબતોમાં કંઈ ખોટું કરતો નથી અને કરવા પણ માંગતો નથી. મારી રોયલ્ટીના કાયમી 5 લાખ રૂપિયાથી વધુ એડવાન્સ જમા હોય છે. અગાઉ જ્યારે રાજકોટમાં હતા ત્યારે પણ 2 લાખ રૂપિયા એડવાન્સ રહેતા હતા. અધિકારીઓને જે તપાસ કરવી હોય તે કરી લે, મારું કામ સંપૂર્ણપણે કાયદેસર છે.'ખોટું સાબિત થાય તો બાપ-દાદાની મિલકત આપી દેવા તૈયારતેમણે વધુમાં એક મોટો પડકાર ફેંકતા કહ્યું હતું કે, 'જો કોઈ પણ વ્યક્તિ એવું સાબિત કરી દે કે મેં કોઈની પાસે 500 રૂપિયા માંગ્યા હોય કે કોઈનું ખોટું કર્યું હોય, તો હું મારા બાપ-દાદાની તમામ મિલકત આપી દેવા તૈયાર છું. હું દેશભક્તિ માટે અને દેશ માટે બલિદાન આપવા તૈયાર છું, દેશને તોડવા માટે નહીં.'સરકાર અને કલેક્ટર વિરુદ્ધ બોલવા બદલ ટાર્ગેટ કરાયાનો આક્ષેપજ્યારે મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકાર અને કલેક્ટર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ આ રેડ પાડવામાં આવી છે? ત્યારે કારૂભાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'સરકાર વિરુદ્ધ જાવ એટલે તમને દબાવવાના અને જેલમાં પૂરવાના પ્રયાસો તો થવાના જ. જે કરવું હોય તે સરકાર કે અધિકારીઓ કરી લે, પરંતુ આ કારૂભાઈ કોઈનાથી ડરે તેવા નથી. સામેવાળાને જેટલું દુઃખ આપવું હોય એટલું આપી લે, પણ એટલી સહનશક્તિ પણ રાખે.'ખેડૂતોનું આંદોલન તોડવાનો પ્રયાસ ક્યારેય સફળ નહીં થાયખેડૂતોના મુદ્દે ચાલી રહેલા આંદોલનને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, આંદોલનને તોડવા માટે ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પરંતુ આ આંદોલન તૂટશે નહીં. તેમણે ખેડૂતોની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 5 વિઘા જમીન ધરાવતા ખેડૂતો આજે આંસુ પાડી રહ્યા છે, તેઓને કોઈ ચેક આપવામાં આવ્યા નથી અને અન્યાય થઈ રહ્યો છે. કલેક્ટર અને સરકાર દ્વારા આ પ્રકારની હેરાનગતિ માત્ર અવાજ દબાવવા માટે જ કરવામાં આવી રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો.#MorbiUpdate #MorbiNews #KarabhaiAmrutiya #MiningDepartment #Raid #FarmersProtest #Morbi #GujaratNews #BreakingNews