મોરબી : જેતપરમાં ખેડૂતોના હક અને ન્યાય માટે 19 દિવસના ઉપવાસ કરનાર ખેડૂત આગેવાન કારૂભાઈ અમૃતિયાના ક્રશર પ્લાન્ટ પર રવિવારના રોજ ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને ખેડૂત સમિતિએ વખોડી કાઢી છે.ખેડૂત સમિતિએ આક્ષેપ કર્યો છે કે સરકાર શાંતિપૂર્ણ રીતે ચાલતા ખેડૂત આંદોલનને કચડી નાખવા માટે ડર અને દબાણની રાજનીતિ પર ઉતરી આવી છે. પોતાના હક માટે અવાજ ઉઠાવતા આંદોલનકારીઓને દબાવવા માટે આ હિટલરશાહી વલણ અપનાવવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચીમકી આપી છે કે આવી ડરામણી નીતિથી કારૂભાઈ અમૃતિયા કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત ઝૂકશે નહીં અને પીછેહઠ પણ કરશે નહીં. સરકાર આંદોલન તોડવાના ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ આ આંદોલન હવે વધુ મજબૂત બનશે. ગુજરાતના તમામ ખેડૂતો આ લડતમાં કારૂભાઈ અમૃતિયાની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે. ખેડૂતોએ સરકારને દબાણની નીતિ પડતી મૂકીને હકની માંગણીઓ વહેલી તકે પૂરી કરવા અપીલ કરી છે.#MorbiUpdate #Jetpur #FarmerProtest #KhedutAndolan #GujaratFarmers #RakeshAmrutia #PGVCL #MinesAndMinerals #FarmersRights #GujaratNew