મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી નજીક ગત તા.10ના રોજ સવારના સમયે જંતુનાશક દવા પી લેનાર પાર્થભાઈ કાંતિલાલ મારડીયા ઉ.31 રહે.સોમનાથ પાર્ક, પ્રભુકૃપા સોસાયટી પાછળ, મહેન્દ્રનગર વાળાને પ્રથમ મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પાર્થભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.