બે અકસ્માતમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો, એક અકસ્માતમાં રીક્ષા ચાલક આઇસર પાછળ ઘુસી ગયોમોરબી : મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના અકાળે મોત થયા હતા.જેમાં બે અકસ્માતમાં ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ચલાવી બાઈક ચાલકને હડફેટે લઈ મોત નિપજાવ્યા હતા જ્યારે લાલપર નજીક એક રીક્ષા ચાલક બંધ પડેલા આઇસર પાછળ ઘુસી જતા મોત નીપજ્યું હતું.ત્રણેય અકસ્માતના બનાવમાં તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબી માળીયા નેશનલ હાઇવે પર રામપર ગામના પાટિયા પાસે વીર તેજાજી હોટલ નજીક જીજે - 36 - વી - 4360 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી જીજે - 36 - ડી - 1681 નંબરનું બાઈક લઈને આગળ જઈ રહેલા મનસુખભાઇ મોતીભાઈ બોસિયા રહે.પીપળી, શિવપાર્ક સોસાયટી વાળાઓને હડફેટે લઈ અકસ્માત સર્જતાં મનસુખભાઈને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ મોહનભાઇ મોતીભાઈ બોસિયાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બીજા બનાવમાં મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામના જુના સ્મશાન નજીક પોતાની જીજે - 36 - યુ - 1952 નંબરની રીક્ષા લઈને ફેરા કરવા જઇ રહેલા વિજયભાઈ મુળજીભાઈ મૂછડીયાએ પોતાની રીક્ષા રોડની સાઈડમાં બંધ પડેલા આઇસર ટ્રક નંબર જીજે - 36 - વી - 8544 પાછળ ઘૂસાડી દેતા સારવાર દરમિયાન ગત તા.27ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવમાં મૃતકના ભાઈ દિનેશભાઇ મુળજીભાઈ મૂછડીયા રહે.સો ઓરડી, મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના જોધપર નદી ગામના ઝાપા પાસે જીજે - 10 - ટીવી - 3812 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ચલાવી જીજે - 36 - એમ - 8717 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ ગાંડુભાઈ અજાણા ઉ.52 રહે.જોધપર નદી ગામ વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર સાગરભાઈ રમેશભાઈ અજાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.