વાવણી કરેલા પાકને મેઘરાજા મુરઝાવા નહીં દે: રમેશ બસિયા મોરબી : વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આ અઠવાડિયે સાર્વત્રિક વરસાદ ભલે ન પડે, પરંતુ 14 થી 17 જુલાઈ દરમિયાન મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા થી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આથી ખેડૂતોએ વાવણી કરેલા પાકને નુકસાન ન પહોંચે અને મેઘરાજા મોલને મુરઝાવા નહીં દે તેવી આશા બંધાઈ છે.હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, 11 થી 13 જુલાઈ દરમિયાન પવનનું જોર વધુ રહેશે. જ્યારે 14 જુલાઈથી પવનની ગતિમાં આંશિક ઘટાડો નોંધાશે. 14 જુલાઈએ કચ્છ અને રાજસ્થાન બોર્ડર ઉપર મિડલ લેવલમાં એક અપર એર સર્ક્યુલેશન (UAC) બનવાની શક્યતા છે. જેના કારણે લો લેવલ પર સારો ભેજ આવશે, પરંતુ મિડલ લેવલ પર ભેજ ઓછો રહે તેવી સંભાવના છે.આ સિસ્ટમની સ્થિતિમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જો મિડલ લેવલમાં ભેજનું પ્રમાણ વધે તો સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં સારા વરસાદની પણ સંભાવના રહેલી છે. હાલ આ અઠવાડિયે વ્યાપક અને ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ છૂટાછવાયા ઝાપટાંથી ખેતી અને અન્ય કાર્યો માટે ખેડૂતોને આંશિક રાહત ચોક્કસ મળી શકે છે.#MorbiUpdate #MorbiNews #WeatherForecast #Monsoon #MorbiWeather #GujaratWeather #Agriculture #Farmers