સવારે 08:00 થી 04:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: મોરબી શહેર પેટા-વિભાગ-02 દ્વારા 11 કેવી વીજ લાઈન માટે અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આવતીકાલે તારીખ 12/07/2026 ને રવિવારના રોજ સવારે 08:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી નીચે મુજબના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.પ્રભાવિત વિસ્તારો:• સીટી અર્બન ફીડર : પટેલ બોર્ડિંગ અને તેની નજીકનો વિસ્તાર, દેના બેંક અને તેની નજીક નો વિસ્તાર, કલેક્ટર બંગલો અને જજ બંગલા પાસેનો વિસ્તાર, શક્તિ ચોક અને તેની પાસેનો વિસ્તાર, પોસ્ટ ઓફિસ અને તેની પાસેનો વિસ્તાર, શક્તિ ચોક થી નહેરુ ગેટ વાળો રોડ અને તેની પાસેનો વિસ્તાર, શાકમાર્કેટ પાસેનો વિસ્તાર, વાંકાનેર દરવાજા પાસેનો વિસ્તાર, લુહાણા પરા, લખધીરવાસ, સીટી પોલીસ લાઇન, સીટી પોલીસ સ્ટેશનમાં, શિક્ષણ અધિકારીની ઓફિસ, તાલુકા ઓફિસ, ખાટસી વાસ, મણી મંદિર, જેલ રોડ, બુઢા બાવા ની શેરી, નહેરુ ગેટ થી ગ્રીન ચોક વચ્ચેના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #PowerCut #MorbiUpdate #PGVCL #MorbiNews #GujaratPower #ElectricityUpdate