મૂળ બનાસકાંઠાના વતની સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદમોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે ખેતમજૂરી કરતા મૂળ બનાસકાંઠાના વતની પરિણીતાએ હાલમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતમજૂરી કરતા સાસુ, જેઠ અને જેઠાણીના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા આ બનાવમાં પરિણીતાને ત્રાસ આપનાર સાસુ,જેઠ અને જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જોધપર નદી ગામની સીમમા અંબારામભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા રજીયાબેન જબારખાન બલોચ ઉ.22 નામના પરિણીતાએ સાસુ, જેઠ અને જેઠાણીના ત્રાસથી ઝેરી દવા પી લેતા બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં મૂળ બનાસકાંઠાના વતની અને હાલમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે જયેશભાઇ પટેલની વાડીએ રહેતા આરોપી સાસુ જરીનાબેન મીરખાન બલોચ, જેઠ રૂસ્તમખાન મીરખાન બલોચ અને જેઠાણી જેનમબેન મહંમદખાન બલોચ વિરુદ્ધ મેણા ટોણા મારી માનસિક શારીરિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.