મોરબી: પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબીના ગાયત્રી પરિવાર તેમજ અન્ય દાતાઓના સહયોગથી એક ઉમદા કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલની બાજુમાં આવેલ ઉમિયા આશ્રમ ખાતે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ પ્રેમી નાગરિકોને કેસર કેરીના 1200 જેટલા કલમી આંબાના રોપાનું તદ્દન ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર આ સેવાનો લાભ લીધો હતો.ગાયત્રી પરિવાર હરહંમેશ આવા સામાજિક અને પર્યાવરણલક્ષી કાર્યો દ્વારા સમાજમાં સારા વિચારો ફેલાવવાનું કાર્ય અવિરતપણે કરી રહ્યો છે. વૃક્ષારોપણ થકી પ્રકૃતિને હરિયાળી બનાવવાના આ સરાહનીય પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા પણ ખૂબ બિરદાવવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GayatriParivar #EnvironmentSave #TreePlantation #MangoTree #FreeDistribution #SocialWork #GreenMorbi