સનાળા રોડ પર સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે સવારે 8 થી 1 વાગ્યા સુધી વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, કલમી રોપા અને માટીના વાસણો મળશેમોરબી: મોરબીના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને પ્રાકૃતિક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેવા હેતુથી નવરંગ નેચરલ કલબ દ્વારા આવતીકાલે 12/7/26 ને રવિવારના રોજ ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા દર મહિનાના બીજા રવિવારે નિયમિતપણે આ પ્રકારની હાટનું આયોજન કરીને લોકોને પ્રકૃતિ તરફ વાળવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે.ક્યાં અને ક્યારે યોજાશે આ પ્રદર્શન?આ ખેડૂત હાટ 12/7/26 ને રવિવારે સવારે 8 થી 1 વાગ્યા દરમિયાન મોરબીના સનાળા રોડ પર આવેલા ઉમીયા સર્કલની બાજુમાં, સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે યોજાશે.કઈ કઈ વસ્તુઓ રાહત ભાવે મળશે?આ હાટમાં કુદરતી, આયુર્વેદિક અને ઘરવપરાશની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે ઉપલબ્ધ રહેશે:• ફળ-ફૂલના કલમી રોપા: આંબા, ચીકુ, દાડમ, જામફળ, નાળિયેરી તેમજ 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો અને ગલગોટાના છોડ. આ સાથે ઝવેરા વાવવાના ખાસ કુંડા પણ મળશે.• આયુર્વેદિક અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ: શુદ્ધ અને ચોખ્ખું મધ, દેશી ખાતર, દેશી ખાંડ, ગોળ, એલોવેરા-લીમડા-અરીઠા-શિકાકાઈના સાબુ, શેમ્પૂ, કોફી સ્ક્રબ, અગરબત્તી, ધૂપ, ગૂગળ, કપૂર અને હવન સામગ્રી.• દેશી ઔષધિઓ: હાથેથી ખાંડેલા પાવડર, ચૂર્ણ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ અને સંચળ પાવડર તથા દેશી ઔષધિ પાવડર અને દંતમંજન.• ખાદ્ય સામગ્રી અને શુદ્ધ તેલ: છાસ મસાલા, પાપડ, ખાખરા જેવી ફૂડ પ્રોડક્ટ, કાળા-સફારી તલ, કચ્ચરીયું, તલનું તેલ, ડ્રાયફ્રૂટ્સ (બદામ, પિસ્તા, કાજુ, ખજૂર) અને 1 વર્ષની ગેરંટી સાથેનું શુદ્ધ મગફળીનું સીંગતેલ.• માટી અને લાકડાની વસ્તુઓ: કાળી માટીના રસોઈના વાસણો, હાથે બનાવેલ તાવડી, પાટીયા, માટી તેમજ ફાઈબરના ટકાઉ અને મજબૂત કુંડા, લાકડાના બ્રશ અને દાંતિયા.ગ્રાહકો માટે ખાસ સૂચનાપર્યાવરણના રક્ષણને ધ્યાનમાં રાખીને નવરંગ નેચરલ કલબ દ્વારા ખરીદી કરવા આવતા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓએ પોતાના ઘરેથી કાપડની થેલી ખાસ લઈને આવવું. વધુ માહિતી માટે ફોરેસ્ટ ઓફિસર વી.ડી. બાલા (પ્રમુખ- 9427563898) તથા લવજીભાઈ પ્રજાપતિ (9925369465) નો સંપર્ક કરવા જણાવાયું છે#MorbiUpdate #NavrangNaturalClub #KhedutHat #OrganicProducts #MorbiNews #VDBala #NaturalLiving #SaveEnvironment #AyurvedicProducts #MorbiEvents #OrganicFood #PlantsFair