તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન સોલંકી દ્વારા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને કલેક્ટરને રજૂઆત કરાઈમોરબી: મોરબીથી અમદાવાદ રૂટ પર દોડતી એસ.ટી. બસો નીચીમાંડલ ગામે ઉભી ન રહેતી હોવાથી ગ્રામજનો અને શ્રમિક વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન સોલંકીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મોરબી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, નીચીમાંડલ ગામની આસપાસ અનેક શ્રમિકો રહે છે, તેથી મુસાફરો અને શ્રમિકોને અવરજવર માટે ભારે તકલીફ પડી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નીચીમાંડલ ગામે એક્સપ્રેસ અને વોલ્વો બસોનું સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવી છે, જેથી સ્થાનિકોને પડતી હાલાકી દૂર થઈ શકે.#Morbi #MorbiUpdate #GujaratST #Ahmedabad #BusService #PublicDemand #News #MorbiNews