વાંકાનેર : રાજ્યભરમાં ઉંદર પકડવાની ગ્લુ ટેપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરાયો હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનું જાહેરનામું અમલી હોવા છતાં વાંકાનેરની મેઈન બજારમાં આવેલ યાદવ સ્ટોર્સ નામની દુકાનમાં આરોપી વેપારી રવિભાઈ જીતુભાઇ બોરીચા ઉ.29 રહે.વાણીયા શેરી, જ્વાસા રોડ, વાંકાનેર વાળાએ પોતાની દુકાનમાં ઉંદર પકડવાની ગ્લુ ટેપ વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે સાત પ્રતિબંધિત ગ્લુ ટેપ નંગ 12 કિંમત રૂપિયા 360 કબ્જે કરી વેપારી વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.