હળવદ : મોરબી એસઓજી પોલીસ ટીમે હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સરા ચોકડી પાસે આવેલ લોટ્સ સ્પામાં ચેકીંગ હાથ ધરતા સ્પા સંચાલકે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સ્પામાં કામ કરતા બે સ્પા વર્કર્સના ફોટા બાયોડેટા પોલીસ મથકમાં જમા ન કરાવ્યા હોવાનું સામે આવતા લોટ્સ સ્પાના સંચાલક આરોપી મંગાભાઈ હીરાભાઈ રાજપરા રહે.હળવદ બસસ્ટેન્ડ પાછળ વાળા વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.