મોરબી : મોરબી તાલુકાના જેતપર - ગાળા રોડ પર આવેલ ઇ ટાઇલ્સ કંપનીમાં કામ કરતા અને અહીં જ રહેતા સનોજભાઈ નગીનાભાઈ યાદવ ઉ.25 નામનો યુવક ગઈકાલે ફેકટરીમાં સૂતો હતો ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડી જતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.