વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખખાણા ગામે અઠવાડિયા પૂર્વે રસ્તા પર ગારો કીચડ ઉડવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ મહિલાના ઘેર જઈ ઝઘડો કરી સ્કૂટી મોટર સાયકલમાં તોડફોડ કરવાની સાથે બે મહિલાઓ પર પાઈપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા હેતલબેન અનિલભાઈ ઠોરિયાએ આરોપી સુરેશ ગોવિંદભાઇ ગોધાણી, સંજય સંગ્રામભાઈ ગોધાણી, કરણ સંગ્રામભાઈ ગોધાણી અને આરોપી રવિ સંગ્રામભાઈ ગોધાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,અઠવાડિયા અગાઉ આરોપીઓ સાથે રસ્તામાં ગારો કીચડ ઉડવા મામલે બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી ચારેય આરોપીઓ ફરિયાદીના ઘેર આવી ઝઘડો કર્યો હતો જેથી સાહેદ રતનબેન વચ્ચે પડતા બન્ને મહિલાઓને પાઇપ વડે માર મારી સ્કૂટી મોટર સાયકલમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.