રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ધસારાને ધ્યાનમાં રાખીને રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉત્તર ભારત તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.ટ્રેનના ફેરા અને શિડ્યુલની વિગતોરાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન સંખ્યા 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (સાપ્તાહિક) ના 11-11 ફેરા લંબાવવામાં આવ્યા છે. જેની વિગત નીચે મુજબ છે:• ટ્રેન સંખ્યા 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ: આ ટ્રેનના ફેરા 20 જુલાઈથી 28 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.• ટ્રેન સંખ્યા 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ: આ ટ્રેનના ફેરા 19 જુલાઈથી 27 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.આ તારીખથી શરૂ થશે બુકિંગટ્રેન સંખ્યા 05046 ના લંબાવવામાં આવેલા ફેરાઓ માટેનું બુકિંગ 11 જુલાઈ, 2026થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો અને આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.#Rajkot #Lalkuan #SpecialTrain #WesternRailway #RailwayNews #TrainUpdate #MorbiUpdate