મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં રહેતા લાલજીભાઇ હીરાભાઈ સોલંકીની સગીરવયની દીકરી ગત તા.3જુલાઈના રોજ સાંજના સમયે ઘેરથી દુકાને ભાગ લેવા જવાનું કહી નીકળ્યા બાદ પરત ઘેર નહિ આવતા વ્યાપક શોધખોળ કરવા છતાં દીકરી નહિ મળી આવતા કોઈ અજાણ્યો શખ્સ દીકરીનું અપહરણ કરી ગયો હોવાની આશંકા દર્શાવી સગીરાના પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.