ધરમપુર રોડ પરથી રૂપિયા 70,000 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડમોરબી: પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ અને પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝનની મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા અને વણઉકેલાયેલ ગુન્હાઓ શોધી કાઢવાની સુચના અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સફળ કામગીરી કરી છે.પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ અને ટેકનીકલ માધ્યમથી મળેલી બાતમીના આધારે વાહન ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઈસમને મોરબી ધરમપુર રોડ સુરાપુરા દાદાના મંદિર પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પકડાયેલ આરોપી:અલારખાભાઇ કાસમભાઇ કાણા (રહે. વનાળીયા, તા.જી. મોરબી)કબ્જે કરેલ મુદ્દામાલ:એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, કિંમત રૂ. 70,000/-.કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:પોલીસ ઇન્સપેકટર એન.એસ.ઘેટીયા, પોલીસ સબ ઇન્સપેકટર સી.એસ.સોંદરવા, એ.એસ.આઇ. ફિરોજભાઇ સુમરા અને સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #VehicleTheft #CrimeNews #GujaratPolice #MorbiNews