નવો જિલ્લો બન્યા બાદ મોરબી જિલ્લાએ સ્થાપ્યો રેકોર્ડ: 77,450 ક્વિન્ટલ ઘઉંની ખરીદી સાથે રાજ્યમાં છઠ્ઠું સ્થાન, ખેડૂતોને 20 કરોડથી વધુની ચૂકવણીમોરબી: મોરબી જિલ્લાના ખેડૂતો માટે સરકારની લઘુતમ ટેકાના ભાવ (MSP) ની નીતિ આર્થિક સમૃદ્ધિ લાવનારી સાબિત થઈ છે. વર્ષ 2026-27 ની વર્તમાન સીઝનમાં ખુલ્લા બજારની સરખામણીએ ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તે માટે સરકારે ઘઉંની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 2,585 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો.આ ખરીદી પ્રક્રિયામાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં 61,949 ક્વિન્ટલ ઘઉંના મબલખ જથ્થા સાથે પ્રથમ ક્રમ મેળવીને કૃષિ ક્ષેત્રે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ, મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ અત્યાર સુધીની સૌથી મોટી રેકોર્ડબ્રેક ખરીદી નોંધાવતા, કુલ 77,450 ક્વિન્ટલ ઘઉંની ખરીદી સાથે સમગ્ર રાજ્યમાં ગૌરવપૂર્ણ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગનું સુંદર આયોજનઆ કામગીરીને સફળ બનાવવા માટે મોરબી જિલ્લામાં કુલ 4,705 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા ચોમાસાના વરસાદ પૂર્વે ખેડૂતોનો કિંમતી પાક સુરક્ષિત રીતે ખરીદી શકાય તે માટે સમયસર SMS મોકલીને સુદ્રઢ આયોજન હાથ ધરાયું હતું. જેના પરિણામે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે ખરીદી નોંધાઈ છે.તાલુકાવાર ખરીદીના આંકડા અને ચૂકવાયેલી રકમ:મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલી ખરીદીની વિગતો નીચે મુજબ છે: • ટંકારા તાલુકો: 61,949 ક્વિન્ટલ (1,23,898 કટ્ટા) ની ખરીદી સામે ખેડૂતોને 1,601 લાખ રૂપિયાથી વધુની માતબર રકમ ચૂકવાઈ. • વાંકાનેર તાલુકો: 6,461 ક્વિન્ટલ (12,922 કટ્ટા) ની ખરીદી સામે 167.02 લાખ રૂપિયા ચૂકવાયા.• મોરબી તાલુકો: 5,792.5 ક્વિન્ટલ (11,585 કટ્ટા) ની ખરીદી સામે 149.74 લાખ રૂપિયા ચૂકવાયા. • હળવદ તાલુકો: 2,968 ક્વિન્ટલ (5,936 કટ્ટા) ની ખરીદી સામે 76.72 લાખ રૂપિયા ચૂકવાયા.• માળિયા તાલુકો: 279.5 ક્વિન્ટલ (559 કટ્ટા) ની ખરીદી સામે 7.23 લાખ રૂપિયા ચૂકવાયા.ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા 20.02 કરોડ રૂપિયાસમગ્ર મોરબી જિલ્લામાં સરવાળે કુલ 77,450 ક્વિન્ટલ (1,54,900 કટ્ટા) ઘઉંની વિક્રમી ખરીદી કરીને જિલ્લાના કિસાનોને સામૂહિક રીતે 20.02 કરોડ રૂપિયાથી વધુની મબલખ રકમ સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે. સરકારના આ હકારાત્મક અભિગમને કારણે ખુલ્લા બજારના ઉતાર-ચડાવ સામે ધરતીપુત્રોને મજબૂત આર્થિક કવચ મળ્યું છે.#Morbi #Tankara #WheatProcurement #MSP #FarmersBenifit #MorbiNews #GujaratAgriculture #MorbiUpdate