મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રાથમિક સુવિધાઓના નિર્માણમાં ઝડપ આવે તેવી આશામોરબી : રાજ્યમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અગાઉ નગરપાલિકાઓને જમીન ફાળવણીના આવા મળતા લાભમાં હવે નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર મોરબી સહિત વાપી, મહેસાણા, પોરબંદર, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી રચાયેલી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી 5 વર્ષ સુધી જાહેર હિતની 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.મોરબી સહિતની આ મહાનગરપાલિકાઓ અગાઉની “અ” વર્ગની નગરપાલિકાઓમાંથી નવી મહાનગરપાલિકા બનેલી છે અને તેનો હાલ ટ્રાન્ઝિશન ફેઈઝ ચાલે છે. નવી મહાનગરપાલિકાઓની હદમાં મોટો વિસ્તાર ઉમેરાયો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નવી મહાનગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસ કામો ઝડપથી થઈ શકે તે હેતુસર જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુખાકારી માટે જે 11 મહત્વના જાહેર પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે જમીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે, તેમાં નીચે મુજબના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે: * નગર સેવા સદન (કચેરી મકાન) * ફાયર સ્ટેશન * સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) * વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) * ભૂગર્ભ ગટર ડ્રેનેજ અને પંપિંગ સ્ટેશન * વૉટર સપ્લાય પ્રોજેક્ટ (પાણી પુરવઠાના કામો) * સૉલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ * સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી (વરસાદી પાણીના નિકાલ માટે) * બાલવાડી (આંગણવાડી) * ટાઉન હૉલ અને કોમ્યુનિટી હૉલ * કન્વેન્શન સેન્ટર#MorbiUpdate #Morbi #MorbiMahanagarpalika #GujaratGovernment #BhupendraPatel #UrbanDevelopment #MorbiNews #GujaratNews #DevelopmentProjects