સરકારી કોલેજમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિષયોમાં કરી શકશે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ : પડધરીની કવિ દાદ કોલેજ માળીયા મિયાણા કોલેજની મેન્ટર બનીમોરબી : મોરબી જિલ્લાની સૌપ્રથમ સરકારી કોલેજનો માળિયા મિયાણા તાલુકાના પીપળીયા આઈટીઆઈ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આ કોલેજમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.હાલમાં સરકારની સેન્ટ્રલ પ્રવેશ પદ્ધતિ અન્વયે માળીયા મિયાણાની સરકારી કોલેજમાં ત્રણેય વિષયમાં કુલ 12 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. શરૂઆતના તબક્કે વિઝીટિંગ પ્રોફેસરો મારફતે વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે.માળીયા મિયાણા ખાતે સરકારી કોલેજ શરૂ થવા અંગે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મહેશ જાદવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાણ ધરાવતી જિલ્લાની પ્રથમ સરકારી કોલેજની શરૂઆત હાલમાં માળિયા મિયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલી આઈટીઆઈ બિલ્ડિંગમાં કરવામાં આવી છે. કોલેજના નવી બિલ્ડિંગ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા ગતિમાં છે.નવી જગ્યા ફાળવવા આવ્યા બાદ ભવ્ય સરકારી કોલેજ નિર્માણ કરવામાં આવશે.હાલમાં નવી સરકારી કોલેજમાં વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ ત્રણેય સ્ટ્રીમમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સરકારના જીકાસ પોર્ટલ મારફતે પ્રથમ તબક્કે 12 વિદ્યાર્થીઓએ પ્રવેશ કંફર્મ પણ કરી લીધો છે.મોરબી જિલ્લાની પ્રથમ ગણાતી સરકારી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મહેશભાઈ જાદવે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે કોલેજમાં કુલ 16 જેટલા વિષયોની મંજૂરી મળી છે. જીકાસ પોર્ટલ પર ઓનલાઈન એડમિશન પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. કોલેજમાં શૈક્ષણિક કાર્ય માટે વિઝિટિંગ ફેકલ્ટી સહીત સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વિદ્યાર્થીઓની સરળતા માટે ત્રણેય પ્રવાહના મુખ્ય વિષયોના અભ્યાસ માટે પ્રથમ તબક્કે ચાર વિઝીટિંગ પ્રોફેસર પણ નક્કી કરી લેવામાં આવ્યા છે.કોલેજની શરૂઆત સાથે આર્ટ્સ વિષયમાં બે ડિવિઝન એટલે કે, 260 બેઠક, કોમર્સમાં 130 બેઠક અને સાયન્સ પ્રવાહમાં કુલ 120 બેઠક સાથેનું એક ડિવિઝન મંજુર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાણની ઔપચારિક વિધિ પણ પૂર્ણ કરી લેવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.માળિયા મિયાણા તાલુકાને કોલેજ રૂપે સરકારની મોટી ભેટઆર્થિક તેમજ સામાજિક રીતે પાછળ રહેલા માળીયા મિયાણા તાલુકામાં સરકારી શાળાઓની ઘટ છે.અહીં પ્રાથમિક શાળાઓ પ્રમાણમાં પૂરતી છે પરંતુ સરકારી કે ખાનગી હાઈસ્કૂલની પૂરતી સંખ્યા ન હોય ગરીબ વિદ્યાર્થીઓને અધવચ્ચે અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતી છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં જ બે મુખ્ય હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો આંકડો વધી જવાથી અહીંના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક વર્ગ વધારો કરવા જિલ્લા શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવી પડી હતી. આ સંજોગોમાં માળીયા મિયાણાને જિલ્લાની પ્રથમ કોલેજ મળતા સ્થાનિકોને બમણી ખુશી જોવા મળી રહી છે.આર્ટ્સ પ્રવાહમાં કેટલા વિષયજિલ્લાની પ્રથમ સરકારી કોલેજમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ષથી જ 260 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.કોમર્સ પ્રવાહમાં 130 બેઠક અને સાયન્સમાં 120 બેઠકમોરબીની પ્રથમ માળીયા મિયાણા સરકારી કોલેજમાં કોમર્સ વિષયમાએકાઉન્ટન્સી અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષય ભણાવવામાં આવશે.કોમર્સ માટે 130 બેઠક અને સાયન્સ માટે પ્રથમ વર્ષે 120 બેઠક ઉપલબ્ધ થઈ છે. સાથે જ સાયન્સમાં વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂઓલોજી,મેથેમેટિક્સ અને માઇક્રોબાયોલોજી વિષયમાં અભ્યાસ કરી શકશે.