ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક કામગીરી, લોહીના નમૂના લેવાયા અને જનજાગૃતિ માટે રેલી-બેઠકો યોજાઈટંકારા : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલીયાની સૂચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના મેડિકલ ઓફિસર ડો. મૌલિક પટેલના માર્ગદર્શન હેઠળ અને સુરેશચંદ્ર સી. બોપલીયા MPHSના સુપરવિઝન હેઠળ લજાઈ પીએચસી હેઠળના તમામ ગામોમાં જુલાઈ માસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ, વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી.ફિલ્ડ આરોગ્ય કાર્યકરો દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોની શોધખોળ કરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મચ્છર ઉત્પત્તિના બધા સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને નકામા પાણીના પાત્રો ખાલી કરાવવામાં આવ્યા હતા.આરોગ્ય ટીમ દ્વારા લોકોને પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા તેમજ ઘરોની અંદર વાપરવાના પાણી ભરેલા પાત્રો ચૂસ્તપણે ઢાંકીને રાખવા તથા ઘરની બહાર અને આજુબાજુ નકામું પાણી ભરાયેલ ન રહે તે અંગે તકેદારી રાખવા લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખુલ્લાં ઘર વપરાશના ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી.આ સાથે જ શાળાઓમાં આરોગ્ય શિક્ષણ, રેલી અને પત્રિકા વિતરણ કરીને તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના તમામ ગામના લોકોની કોમ્યુનિટી મીટિંગ, શિબીર, જૂથચર્ચા તેમજ લજાઈ પીએચસીના તમામ ગામના વોટ્સએપ ગ્રુપમાં સંદેશા મોકલીને ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.#Morbi #MorbiNews #HealthDepartment #DengueAwareness #MalariaFreeMorbi #PublicHealth #LajaiPHC #MosquitoControl