યુવા ભાજપ અને APMC હળવદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં 52 યુનિટ રક્ત એકત્રિત કરી મોરબીની સંસ્કાર બ્લડ બેંકને અર્પણ કરાયુંહળવદ : ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યુવા ભાજપ હળવદ અને APMC હળવદ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં કુલ 52 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે મોરબીની સંસ્કાર બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, હળવદ APMCના ચેરમેન જયેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન રમેશભાઈ કણઝરીયા, પૂર્વ APMC ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયા, શહેર ભાજપ પ્રમુખ યશભાઈ પટેલ સહિત બંને મંડળના મહામંત્રીઓ અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રક્તદાન એ જ મહાદાનના મંત્રને સાર્થક કરતા આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, કાર્યકર્તાઓ અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #Halvad #BloodDonationCamp #HalvadAPMC #YuvaBJP #GujaratNews #SocialWork