માતા સાથે રોડની ડિવાઈડરની કટમાંથી પસાર થતા હતા ત્યારે જ બોલેરો ચાલકે ટક્કર મારીમોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ પર તુલસીપાર્ક સોસાયટીમાં રહેતો સગીરને લઈ માતા સ્કૂલેથી પરત આવતા હતા ત્યારે બાયપાસ પર ડીવાઇડરની કટ્ટમાંથી રોડ ઓળંગતી વખતે પુરપાટ ઝડપે આવતી બોલેરો ગાડીના ચાલકે સાયકલ સવાર સગીરને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સગીરને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની તુલસીબાગ સોસાયટીમાં રહેતા મુળુભાઈ આયદાનભાઈ ગોગરા ઉ.48એ જીજે - 03 - સીયું - 6588 નંબરની બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.2 જુલાઇના રોજ સાંજના સમયે તેમના 11 વર્ષનો પુત્ર માધવ તેમના માતા સાથે આંબાવાડી સ્કૂલ ખાતેથી પરત ઘેર આવતો હતો ત્યારે માધવ સાયકલ ચલાવતો હતો અને તેમના માતા પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે વિરાટ એક્સપ્રેસ હોટલ સામે અચાનક પુરપાટ ઝડપે ધસી આવેલા બોલેરો ચાલકે માધવને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ખભાના ભાગે ફ્રેક્ચર થયય હતું.અકસ્માત બાદ માધવને પ્રથમ મોરબી બાદ હાલ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.