નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા, સુવ્યવસ્થા અને ગુણવત્તા સુધારણા માટે વિશેષ કામગીરી હાથ ધરાઈહળવદ: રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ તા. 01/07/2026 થી 07/07/2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં 'નમો સ્વચ્છતા અભિયાન' યોજવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા, સુવ્યવસ્થા અને ગુણવત્તા સુધારણા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત આરોગ્ય કેન્દ્રના તમામ વોર્ડ, ઓપીડી, લેબોરેટરી, દવા વિતરણ કેન્દ્ર, શૌચાલય અને પ્રતીક્ષા ખંડ સહિતના આંતરિક અને બાહ્ય પરિસરની સઘન સફાઈ કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં રહેલી બિનજરૂરી સામગ્રીનું વર્ગીકરણ કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાયો-મેડિકલ વેસ્ટના નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ફાયર સેફ્ટી, ઇલેક્ટ્રિકલ સલામતી અને ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (IPC) સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ તૂટફૂટ ધરાવતા સાધનોની મરામત, પીવાના પાણીની વ્યવસ્થા, હાથ ધોવાની સુવિધા અને પરિસરની હરિયાળી જાળવવા પર વિશેષ ધ્યાન અપાયું હતું.અભિયાન દરમિયાન કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલની સ્વચ્છતા જાળવી રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા આશા કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સ્વચ્છ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.#Morbi #Halvad #Mayurnagar #NamoSwachhtaAbhiyan #PHC #Healthcare #SwachhBharat #PublicHealth #MorbiUpdates