જૂની અડધી કચેરી તોડી પડાશે : નવા બિલ્ડીંગમાં પ્રથમ માળે અલગ અલગ વિભાગોને ઓફીસ ફાળવાઈ : હવે પધાધિકારીઓ અને અધિકારીઓ એક જ બિલ્ડીંગમાંમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ નવા બિલ્ડીંગના અભાવે છેલ્લા દોઢ વર્ષથી અનેક વિભાગો સાંકડ મુકડ બેસી રહ્યા છે જેમાં હવે જૂની કચેરી અડધી પડી ત્યાં નવી કચેરીનું બાંધકામ શરુ કરવાનું હોય કોર્પોરેશનના 17 વિભાગોને નવી કચેરીમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.હવેથી મોટા ભાગના વિભાગો મેયર, ડેપ્યુટી મેયર જ્યાં બેસે છે તે નવી કચેરીમાં જ બેસશે.સાથે જ ટૂંક સમયમાં જુના બિલ્ડીંગના પાછળના અડધા ભાગને તોડી પાડવામાં આવશે બાદમાં અહીં મહાનગર પાલિકાની આધુનિક વિશાળ કચેરી નિર્માણ કરવામાં આવશે.મોરબી શહેરની મધ્યમાં આવેલ મહાનગર પાલિકા કચેરીનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું હોય તેવી સ્થિતિમાં જુના નગરપાલિકા સમયનું પાછળના ભાગનું બિલ્ડીંગ અત્યંત જજરીત બની જતા મ્યુનીસીપલ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લઈ કચેરીના જુના બિલ્ડિંગમાં પાછળના ભાગમાં બેસતા વિભાગોને તાજેતરમાં જ નવા બનેલા બિલ્ડિંગમાં ખસેડવા આદેશ કર્યો છે.મહત્વનું છે કે, પાલિકા સમયે કચેરીના પ્રાંગણમાં નવું બિલ્ડીંગ નિર્માણ કરાયું છે જે વર્ષોથી અધૂરું મૂકી દેવાયા બાદ કોર્પોરેશને અધૂરા બિલ્ડિંગનું કામ પૂર્ણ કરાવી અહીં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયરની ચેમ્બર કાર્યરત કરવામાં આવી હતી.જેમાં હવે કોર્પોરેશનની અન્ય શાખાઓને સ્થળાંતર કરવા નિર્ણય લેવાયો છે.મહત્વનું છે કે, નગરપાલિકા સમયના બિલ્ડિંગમાં આગળના ભાગમાં બાંધકામ હજુ સારી સ્થિતિમાં છે જયારે પાછળના ભાગમાં બિલ્ડીંગ જજરીત અને જોખમી બન્યું હોવાથી અલગ-અલગ શાખાઓને નવી કચેરીમાં ટ્રાન્સફર કર્યા બાદ જુના બિલ્ડિંગના પાછળના ભાગને તોડી પાડવામાં આવશે અને બાદમાં અહીં વિશાળ સુવિધા સભર બિલ્ડીંગ બનાવવા અગાઉના કમિશનરે યોજના બનાવી હોય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ એક જ બિલ્ડિંગમાં આવી જતા હવે સલંગ્ન કચેરીઓને દોડધામમાં રાહત મળશે.નવી બિલ્ડીંગમાં કઈ કચેરી ક્યાં બેસશેપહેલા માળે ● રૂમ નં.૧ માં ICT,FOOD, મેલેરિયા● રૂમ નં.૨ માં એસ્ટા, ઓડીટ, ઈલેક્ટ્રીક● રૂમ નં.૩ માં સિવિલ એન્ડ સીટી બ્યુટીફીકેશન, બિલ્ડીગ, ગાર્ડન, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ● રૂમ નં.૪ માં આવાસ, ANCD, સ્ટોર● રૂમ નં.૫ માં લિગલ, GAD, વસ્તી ગણતરી● રૂમ નં.૭ માં એકાઉન્ટ ઓફિસર● રૂમ નં.૮ માં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ