વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મોમાઈ હોટલ પાસે અંદાજે 55 વર્ષની ઉંમરના પુરુષને હાર્ટએટેક આવી જતા સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.