બી ડિવિઝન પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અને સુરક્ષા અંગે માર્ગદર્શનમોરબી: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે.એમ.કાથડના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.કાર્યક્રમમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહેશભાઈ સોલંકી, નંદાબેન ખાંભલા અને વિપુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ સોલંકીએ મોબાઈલ દ્વારા થતા સાયબર ફ્રોડને કેવી રીતે અટકાવવા તેમજ અજાણ્યા વીડિયો કોલથી કઈ રીતે સુરક્ષા મેળવવી તે અંગે સચોટ માહિતી આપી હતી.તદુપરાંત નંદાબેન ખાંભલાએ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતી અને પોલીસની SHE ટીમ મહિલાઓની સુરક્ષા માટે કઈ રીતે કાર્યરત છે, તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિપુલભાઈ દ્વારા પણ વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડની જાગૃતિ અંગે વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન એનએસએસના કો-ઓર્ડીનેટર અતુલ ધ્રુવે કર્યું હતું, જેમાં કો-ઓર્ડીનેટર કવિતાબા ઝાલાએ સહયોગ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાયબર સેલના કો-ઓર્ડીનેટર નાજાભાઈ કોડીયાતરે કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. #Morbi #CyberAwareness #UNMehtaCollege #CyberSecurity #MorbiPolice #StudentSafety #MorbiNews #Education