હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘનશ્યામપુર ગામની સીમમાં કોંઢ જવાના રસ્તે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અજીતભાઇ રઘુભાઈ ચૌહાણ રહે.ગામ ઘનશ્યામપુર (૨) દિનેશભાઇ નરશીભાઈ સોનાગ્રા રહે.ગામ ઘનશ્યામપુર (૩) અંબારામભાઈ ગોરધનભાઇ સોનગ્રા રહે.ગામ ઘનશ્યામપુર (૪) દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા રહે.ઘનશ્યામપુર(૫) દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર રહે.હળવદ ગોરી દરવાજા (૬) રઘુવિરસિંહ ખોડુભા ઝાલા રહે.કોયબા અને (૭) જગદીશભાઈ મુગટલાલ રાવલ, રહે.કોયબા વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૩૨,૪૬૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.