છેલ્લા 20 દિવસથી તૂટેલી દીવાલો અને પાઇપલાઇનના કારણે સ્થાનિકો પરેશાન, વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માંગમોરબી : મોરબીના નાની વાવડી વિસ્તારમાં આવેલી ન્યુ ગાયત્રી સોસાયટીની શેરી નંબર 3 અને 4માં, ખોડિયાર ડેરી સામે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસ પહેલા અહીં વોકળો સાફ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન યોગ્ય આયોજનના અભાવે દિવાલ તોડી પાડવામાં આવી હતી.ગાયત્રી સોસાયટી શેરી નંબર 4 માં રહેતા સુરેશભાઈ પીઠડિયાએ જણાવ્યું હતું કે, તેમના મકાનની પાછળના ભાગમાં વોકળી આવેલી છે. આ વોકળીની સાફસફાઈ કરવા માટે ટીમ આવી હતી, પરંતુ હજુ સુધી પૂરી સફાઈ થઈ નથી. વોકળી સાફ કરવા માટે ટ્રેક્ટર કે જેસીબી અંદર જઈ શકે તેમ ન હોવાથી તેઓએ દિવાલ તોડી નાખી હતી. આ ઉપરાંત આજુબાજુના મકાનોની પાણીની પાઇપલાઇનો પણ તોડી નાખવામાં આવી છે.દિવાલ તૂટી જવાના કારણે મકાનનો પાછળનો ભાગ ખુલ્લો થઈ ગયો છે, જેના પરિણામે રોજ રાત્રે સાપ, વીંછી અને અન્ય જીવજંતુઓ ઘરમાં ઘૂસી રહ્યા છે. તેમજ રસ્તા પર પણ સાપ જોવા મળે છે. આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરી છે અને તેઓએ વહીવટી તંત્રને અપીલ કરી છે કે લોકોના જીવના જોખમરૂપ બનેલી આ સમસ્યાનો વહેલી તકે યોગ્ય નિકાલ કરવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #NaniVavadi #CivicIssue #PublicProblem #MorbiAdministration #GujaratNews