અગાઉ રજૂઆત બાદ 1 કુંડી પર ઢાંકણું મુકાયું પણ બીજી કુંડી ખુલ્લી રખાઈ: સ્થાનિકોમાં રોષ, ચક્કાજામની ચીમકીમોરબી: મોરબીના શનાળા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી ગટરની કુંડી ખુલ્લી હોવાના કારણે બાળકો અને રાહદારીઓ પર અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ માર્ગ પર કુલ 2 કુંડીઓ આવેલી છે. અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર દ્વારા માત્ર 1 કુંડી પર લોખંડની જાળીવાળું ઢાંકણું બેસાડીને સંતોષ માની લેવાયો છે. જ્યારે શાળાની દીવાલને અડીને આવેલી બીજી મુખ્ય કુંડી હજુ પણ સંપૂર્ણ ખુલ્લી અને ભયજનક હાલતમાં છોડી દેવાઈ છે. સ્થાનિકોએ ભારે આક્રોશ સાથે સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર માત્ર લોકો નારાજ થાય કે બોલે ત્યારે જ કામ કરશે? બોલ્યા વગર કે પૂરેપૂરી જવાબદારી સમજીને કામ કેમ કરવામાં આવતું નથી? સ્થાનિકોએ એમ પણ જણાવ્યું કે છેલ્લા 4 થી 5 વર્ષથી આ વિસ્તારનો રોડ પણ બિસ્માર અને અધૂરો લટકે છે, જે હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. જો આ ખુલ્લી કુંડી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને રોડનું કામ પૂરું નહીં થાય, તો આગામી સમયમાં સ્થાનિક રહીશો દ્વારા ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.#Morbi #MorbiNews #ShanalaVillage #MorbiMunicipality #Negligence #PublicSafety #OpenManhole #MorbiUpdate