કોર્પોરેશનની સામાન્ય સભા સંચાલન અને પેટા સમિતિની રચના માટે રાજકોટ કોર્પોરેશનના નિયમો અપનાવવા પણ લેવાશે નિર્ણય : મેયર અને ચેરમેનની ચેમ્બરમાં આવતા મહેમાનોની સરભરાનો ખર્ચ મંજુર કરવા પણ થશે નિર્ણયમોરબી : નવરચિત મોરબી મહાનગર પાલિકામાં તમામ બાવન બેઠકો ભાજપને ફાળે આવી હોય વિપક્ષ વગરની કોર્પોરેશનમાં આવતીકાલે ગુરુવારે મહત્વની સામાન્ય સભા મળનાર છે. સામાન્ય સભામાં પ્રથમ વખત ચૂંટાયેલા કોર્પોરેટરોના પગાર ભથ્થા નક્કી કરવાની સાથે જ પેટા સમિતિ અને સભા સંચાલન માટેના કોઈ નિયમો ન હોય રાજકોટ મહાનગર પાલિકાના નિયમો અપનાવવા અંગે પણ નિર્ણય લેવાશે. સાથે જ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમનેની ચેમ્બરમાં આવતા મહેમાનોની આગતા સ્વાગતા પાછળ થયેલા ખર્ચ તેમજ સામાન્ય સભામાં થયેલ ખર્ચને પણ બહાલી આપવા એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે.મોરબી મહાનગર પાલિકામાં આવતીકાલે ગુરુવારે સામાન્ય સભામાં યોજાનાર છે. આ સામાન્ય સભા માટે સેક્રેટરી દ્વારા પાંચ મુદાનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. ગુરુવારના રોજ સાંજે 4 કલાકે યોજાનાર સામાન્ય સભામાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતા મહત્વના મુદાઓ પર ચર્ચા-વિચારણા કરી નિર્ણયો લેવામાં આવશે.સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસ તેમજ સામાન્ય સભા અને સ્થાયી સમિતિ માટેના સરભરા ખર્ચને મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, જ્યાં સુધી મોરબી મહાનગરપાલિકાના સભા સંચાલન અને પેટા સમિતિ બનાવવાના નિયમો મંજૂર ન થાય, ત્યાં સુધી રાજકોટ અથવા અન્ય કોર્પોરેશનના નિયમો અપનાવવા બાબતે પણ ચર્ચા થશે.સામાન્ય સભામાં સૌથી અગત્યના મુદ્દામાં નવરચિત મહાનગરપાલિકાના કોર્પોરેટરોના વેતન-ભથ્થાં નક્કી કરવા પણ નિર્ણય લેવામાં આવશે. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પત્ર અન્વય કોર્પોરેટરોના માનદ વેતનની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ GPMC ACT 1949 ની કલમ 455(1) અને કલમ 19(1) ની જોગવાઈઓ મુજબ મોરબીના કોર્પોરેટરોના માનદ વેતન, ભથ્થાં અને તેને લગતા નિયમો બનાવવાની બાબત બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે.શહેરમાં માંસની દુકાનો અને કતલખાના અંગે નિયમો ઘડાશેઆવતીકાલે ગુરુવારે મળી રહેલી મોરબી કોર્પોરેશનની સામાન્ય સભામાં શહેરી વિસ્તારમાં આવેલી માંસ - મટનની દુકાનો અને કતલખાના સબંધી પેટા કાયદા ઘડવામાં આવશે.નોંધનીય છે કે, આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તા.૧૮ જુનના રોજ દરખાસ્ત કરવામાં આવી છે. જેથી સામાન્ય સભામાં આ દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે, જેથી શહેરમાં કતલખાના અને નોનવેજની દુકાનોનું કાયદેસર અને વ્યવસ્થિત સંચાલન થઈ શકશે.#morbi #corporation #municiplecorporation #morbiupdate #generalmetting