માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી 35 કિલો અનાજનો નિયમ યથાવત રાખવા સહિતની વિવિધ માંગણીઓ કરાઈમાળિયા(મી.): માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ મળતા અનાજના જથ્થામાં સૂચિત ઘટાડાનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સંગઠન છેલ્લા 17 વર્ષથી દલિત, મુસ્લિમ, કોળી, ભરવાડ, દેવીપૂજક અને એકલ (વિધવા) મહિલાઓના અન્ન અને પોષણ સુરક્ષા સહિતના અધિકારો માટે કાર્યરત છે. આ અંગે મામલતદારને પાઠવેલા આવેદનમાં નીચે મુજબની માંગણીઓ કરાય છે.35 કિલો અનાજનો ક્વોટા યથાવત રાખવા માંગઆવેદનમાં જણાવાયું છે કે, AAY અંતર્ગત પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ મળે છે, જેને ઘટાડીને પ્રતિ વ્યક્તિ 7 કિલો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ગરીબ અને વંચિત પરિવારોને ભૂખમરા તરફ ધકેલશે. 35 કિલો અનાજ એ કોઈ વધારાની સુવિધા નથી, પરંતુ વિધવા, વૃદ્ધ અને એકલ મહિલાઓ માટે જીવન ટકાવવાનો છેલ્લો આધાર છે. તેથી, 35 કિલો અનાજ પ્રતિ રેશનકાર્ડ આપવાનું હાલનું ધોરણ યથાવત રાખવા માંગ કરાઈ છે.રાશન વિતરણ વ્યવસ્થા (PDS)ની સમસ્યાઓરાશન વ્યવસ્થાની નિષ્ફળતા અંગે ધ્યાન દોરતા જણાવાયું છે કે, હનજીયાસર, વેનાસર, બોડકી, ખીરસરા, ચીખલી, વિદરકા, જુમાંવાડી અને માળિયા મિયાણા વિસ્તારની વાંઢો જેવા ગામોમાં PDS દુકાન નથી. લોકોને 5 થી 10 કિલોમીટર દૂર ભાડું ખર્ચીને અને એક દિવસની રોજગારી ગુમાવીને અનાજ લેવા જવું પડે છે. આથી જે તે ગામમાં જ અનાજ વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. વધુમાં, દુકાનદારો દ્વારા ગ્રાહકોને બિલ આપવામાં આવતા નથી. જે આપવા ફરજિયાત કરવા જોઈએ.અન્ય પ્રમુખ માંગણીઓપંડિત દીનદયાળ દુકાનો વિતરણ સમયે માત્ર 3 દિવસને બદલે 15 દિવસ સુધી ખુલ્લી રાખવી જોઈએ.સુખી અને જમીન ધારકોના NFSA કાર્ડ રદ કરી સાચા જરૂરિયાતમંદ પરિવારોનો તેમાં સમાવેશ કરવો.વંચિત પરિવારોને અનાજ સાથે દાળ, તેલ, કઠોળ, ખાંડ અને મીઠું વિનામૂલ્યે આપવું.સ્થાનિક વંચિત સમુદાયનો મુખ્ય ખોરાક બાજરી હોવાથી ચોખાનો જથ્થો ઘટાડીને PDSમાં દર મહિને નિયમિત બાજરી આપવાની પ્રક્રિયા હાથ ધરવી.ગામ સ્તરે સહાય કેન્દ્રો શરૂ કરવા રજૂઆતવિધવા, બીમાર, વિકલાંગ અને વૃદ્ધો માટે અરજી પ્રક્રિયા સરળ બનાવવા તેમજ રેશનકાર્ડ, આધારકાર્ડ કે eKYC સંબંધિત ભૂલો સુધારવા માટે ગામ સ્તરે વિશેષ સહાય કેન્દ્રો શરૂ કરવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત, મામલતદાર કચેરી દ્વારા સામેથી ગ્રામ્ય વિસ્તારની વિધવા મહિલાઓ ધરાવતા પરિવારોની ઓળખ કરી તેમને અંત્યોદય રેશનકાર્ડ ઇશ્યૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.#MaliyaMiyana #MorbiUpdate #MorbiNews #AAY #PDS #RationCard #MaliyaMahilaShaktiSangathan #GujaratNews