મેં ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું, એટલે હું જે ગૌશાળામાં પ્રમુખ છું એ ગૌશાળાને ટાર્ગેટ કરાઈ, 300 ગાયોને બચાવવા મે ગૌશાળાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે : મનોજ પનારાhttps://youtu.be/cPVx6D9wPJw?si=Fb9fkwX1fdWh-9gPમોરબી: પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ રાજ્ય સરકાર, નેતાઓ અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ખેડૂત આંદોલનથી સરકાર ડરી રહી છે અને તેમને આંદોલનમાંથી હટાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ધૂળકોટ ગામમાં આવેલી મેલડી ધામ ગૌશાળાને તોડી પાડવાની નોટિસ મળ્યા બાદ પનારાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે.આંદોલન દબાવવા ગૌશાળાને ટાર્ગેટ કરાઈમનોજ પનારાએ જણાવ્યું કે, તેઓ ધૂળકોટ ગામમાં આવેલી મેલડી ધામ ગૌશાળાના પ્રમુખ છે. સરકારે અચાનક 7 તારીખે ગૌશાળાને નોટિસ ફટકારી છે કે આ ગૌશાળા ખરાબાની જમીનમાં ઊભી છે, તેથી તેને તાત્કાલિક ખાલી કરો, નહિતર ગૌશાળા પાડી નાખવામાં આવશે. પનારાના મતે, આ કાર્યવાહી માત્ર તેમને ખેડૂત આંદોલનમાંથી પાછા હટાવવા અને ધમકાવવા માટે કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ આ ગૌશાળાના પ્રમુખ છે. 300 ગાયોના હિતમાં પ્રમુખ પદેથી રાજીનામુંગૌશાળામાં 300 જેટલી ગાયોનું ભરણપોષણ કરવામાં આવે છે. મનોજ પનારાએ સ્પષ્ટ કર્યું કે, ચોમાસાની ઋતુમાં જો ગૌશાળા તોડી પાડવામાં આવે તો 300 ગાયો નિરાધાર બની જાય અને તેમની હાલત કફોડી થાય. ગાયો હેરાન ન થાય અને ગૌશાળા બચી જાય તે માટે તેમણે ગૌશાળાના પ્રમુખ પદેથી સ્વયંભૂ રાજીનામું આપી દીધું છે અને ચેરિટી કમિશનર સમક્ષ તમામ જરૂરી અધિકૃત દસ્તાવેજો પણ જમા કરાવી દીધા છે. તેમણે અન્ય ટ્રસ્ટીઓ, ખાસ કરીને વશરામભાઈ સરપંચને પણ અગાઉ જાણ કરી હતી કે તેમના કારણે ભવિષ્યમાં ગૌશાળાને તકલીફ પડી શકે છે, છતાં તેઓ સેવા આપતા હતા.સરકાર પર આકરા પ્રહાર: રામ અને ગાયના નામે સત્તા મેળવી ગાયોને જ રઝળાવીભાજપ સરકાર પર પ્રહાર કરતા પનારાએ કહ્યું કે, જે લોકો રામ અને ગાયના નામે મત માંગીને સત્તા પર આવ્યા છે (જેમની પાસે અગાઉ માત્ર 2 સાંસદો હતા), તેઓ આજે ગાયોની ગૌશાળા પાડી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓને ડ્રગ્સ, દારૂ અને અન્ય ગેરકાયદેસર બે નંબરના ધંધા કરવાની તેમજ ગુનાઓ કરવાની છૂટ છે અને જ્યારે તેઓ જેલમાંથી છૂટે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થાય છે. બીજી તરફ ગાયોને રાષ્ટ્રીય માતા બનાવવાની વાતો કરનારા અને હિન્દુત્વના નામે સત્તામાં આવનારાઓ જ ગાયોને બેઘર કરી રહ્યા છે.માંગણી ન સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે: મનોજ પનારાની ચીમકીમનોજ પનારાએ સરકાર અને અધિકારીઓને ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ કોઈપણ પ્રકારના દબાણ, ધમકી કે ખોટા કેસથી ડરવાના નથી. ખેડૂતોને બજાર કિંમત કરતા 4 ગણું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે અને તેઓ તન, મન, ધનથી ખેડૂતોની સાથે છે. તેમણે પોતાના પર ગોળી ચલાવવી હોય કે ખોટા કેસ કરી જેલમાં પૂરવા હોય તો તે કરવાની તૈયારી દર્શાવી, પરંતુ અબોલ ગાયોને હેરાન ન કરવા સરકારને અપીલ કરી છે. અંતમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યારે ભવિષ્યમાં સરકાર બદલાશે ત્યારે આ ષડયંત્રમાં સામેલ દરેક નેતા અને અધિકારીઓનો વ્યાજ સહિત હિસાબ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #KhedutAndolan #ManojPanara #Gaushala #GujaratNews #FarmersProtest #PatidarYuvaSevaSangh #Dhulkot #MorbiNews