મોરબી : વીજલાઈનના વળતરને લઈ સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. જેનાથી ખેડૂતોમાં હજુ અસંતોષ જોવા મળી રહ્યો છે. પરિણામે જેતપર ખેડૂત સમિતિએ આંદોલન પાર્ટ-3નું રણશીંગુ ફુક્યું હતું. આંદોલન પાર્ટ-3ની વ્યૂહરચના અને આગામી આયોજન અંગે ચર્ચા કરવા માટે આજે બુધવારના રાત્રીના જેતપર ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વની મિટિંગ હાલ શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સભ્યો એકત્રિત થયા છે. જેમાં ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા સહિત કુલ 12 જિલ્લાના સંગઠનના સભ્યો અને પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા છે અને પોતાની આગામી રણનીતિ નક્કી જેતપરમાં શરૂ થયેલી આ મહત્વની મિટિંગમાં માત્ર સંગઠનના હોદ્દેદારો જ નહીં, પરંતુ ગ્રામ્ય સ્તરેથી પણ ભારે જનસમર્થન જોવા મળી રહ્યું છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં સરપંચો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા છે. તમામ સભ્યો સાથે મળીને આંદોલનના આગામી તબક્કાને વેગ આપવા માટે સામૂહિક ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.#MorbiUpdate #Jetpar #AndolanPart3 #FarmerMeeting #GujaratNews #MorbiNews #FarmersAgitation #SarpanchMeeting #BreakingNews