મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના પાટિયા પાસે ગઈકાલે બપોરના સમયે આરજે - 07 - જીઇ - 4817 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે આગળ જતી જીજે - 12- એફબી- 6259 નંબરની બલેનો કારને પાછળથી ટક્કર મારતા કાર ચાલક એડવોકેટ નટુભા વેલુભા રાઠોડ ઉ.65 રહે.વિજયનગર, અંજાર, કચ્છ વાળાઓને કરોડરજ્જુના ભાગે ઇજાઓ પહોંચતા અકસ્માત અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.