ચાર દિવસ પૂર્વે વહેલી સવારે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઈવે પર વિહાર કરી પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજી તેમજ સાથે રહેલા મહિલા સેવકને બોલેરો ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - કચ્છ નેશનલ હાઈવે પર ગત તા.4ના રોજ વહેલી સવારે વિહાર કરી રોડની સાઈડમાં પગપાળા ચાલીને જઈ રહેલા જૈન ધર્મના મહાસતીજી સમૃતિબાઈ સ્વામી તેમજ સેવક રતમબેન નામના મહિલાને જીજે - 19 - વાય - 7762 નંબરના બોલેરો ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે રતનબેનના પુત્ર નરેશકુમાર નરસીભાઈ મકવાણા ઉ.37 રહે.સુંદરીપૂરી, ગાંધીધામ, કચ્છ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.