મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મકનસર ગામે બહુચર પાનની દુકાન પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાનું બાતમીને આધારે દરોડો પાડતા આરોપી (૧) ધીરૂભાઇ ભવાનભાઇ થરેસા (૨) મહેશભાઇ ધિરૂભાઇ દેગામા (૩) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેનભાઇ નરસીભાઇ થરેસા (૪) ચેતનભાઇ ચંદુલાલ ઘાટલીયા (૫) જયંતીભાઇ પરસોત્તમભાઇ ઝંઝવાડીયા અને આરોપી (૬) વિજયભાઇ જગમલભાઇ થરેસા રહે.તમામ મકનસર વાળાઓ રોકડા રૂપિયા ૧૧,૧૫૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ આરોપીઓને અટકાયતમાં લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.