મોરબી : મોરબી શહેરમાં ચોમાસાની સિઝનમાં થોડો વરસાદ પડતા જ શહેરના અનેક રસ્તાઓની હાલત ખરાબ જોવા મળી રહી છે. ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 5માં વરસાદ બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, અને ખરાબ રસ્તાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક અનીશભાઈના જણાવ્યા પ્રમાણે લાતી પ્લોટ શેરી શેરી નંબર 5માં રસ્તો બનાવવાનું કામ ચાલુ છે. જેના માટે રસ્તો ખોદીને કપચી નાખવામાં આવી હતી. જોકે વરસાદ પડતા જ અને રસ્તા પરથી ભારે વાહનો પસાર થતાં કપચી નીચે બેસી ગઈ છે અને જેમાં મોટા વાહનો ફસાઈ રહ્યા છે. આજે જ એક ટ્રેક્ટરનું ટાયર આ રસ્તામાં ફસાઈ ગયું હતું. છેલ્લા બે ત્રણ દિવસથી આ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે. કોઈપણ વાહનો આ રસ્તા પરથી પસાર થઈ શકતા નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.#morbiupdate #morbi #latiplot #road