આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની આપી ચીમકીમોરબી : મોરબીના ન્યુ આલાપ ખોડિયાર પાર્કથી પટેલ નગર સુધીના અંદરના વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. દર વર્ષે ચોમાસામાં પડતી હાલાકીથી કંટાળીને મોટી સંખ્યામાં મહિલાઓ મહાપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ મહિલાઓએ સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલા કાઉન્સિલરના સગાને રોક્યા હતા અને તેઓને ઘેરી લઈને રસ્તા અંગેની ઉગ્ર રજૂઆત કરી હતી.સ્થાનિક મહિલાઓ જાલરિયા ભારતીબેન અને રંજનબેન સહિતના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાકો રોડ બનાવવામાં આવ્યો નથી. દર ચોમાસે રસ્તાઓ પર મોટા-મોટા ખાડા પડી જાય છે, જેના કારણે વાહનો સ્લિપ થાય છે. શાળાએ જતા નાના બાળકો અને મહિલાઓ અવારનવાર અહીં પડી જાય છે અને ગંભીર ઈજાઓનો ભોગ બને છે. તંત્ર દ્વારા માત્ર કપચી નાખીને કામગીરી સકેલી લેવાય છે, જે વરસાદમાં ધોવાઈ જતાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.મહિલાઓએ સ્થાનિક કાઉન્સિલર ઋષિભભાઈ કૈલા અને અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે નેતાઓ ઘરે-ઘરે આવીને રાતોરાત રોડ બનાવી દેવાના મોટા-મોટા વાયદા કરે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકિયું પણ કરતું નથી. વારંવાર નગરપાલિકાના ધક્કા ખાવા છતાં માત્ર આશ્વાસન સિવાય કંઈ મળતું નથી. આક્રોશિત મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે પાકો રોડ બનાવવામાં નહીં આવે તો ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષને મત આપવામાં નહીં આવે અને સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #PublicProtest #RoadIssue #MorbiMunicipality #LocalProblem #MonsoonHazards