નાગરિકોને ભીનો-સૂકો કચરો અલગ રાખવા, 4 ડસ્ટબિનના ઉપયોગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવા અંગે માર્ગદર્શન અપાયુંમોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં IEC (ઈન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શહેરને વધુ સ્વચ્છ તથા સુંદર બનાવવાનો છે.આ જનજાગૃતિ અભિયાન દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા નાગરિકોને નીચે મુજબની મહત્વપૂર્ણ બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.* ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી.* કચરાના યોગ્ય નિકાલ માટે 4 ડસ્ટબિનના ઉપયોગ અંગે માહિતગાર કરાયા.* સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન વિશે સમજૂતી આપી તેના પર પ્રતિબંધ અંગે જાગૃત કરાયા.* જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો.સ્ત્રોતે જ કચરાનું વિભાજન કરવું અને તે અંગેની જનજાગૃતિ એ અસરકારક ઘન કચરા વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી મોરબી શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે સૌ નાગરિકો પોતાનો સહયોગ આપે તેવો અનુરોધ કરાયો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhBharatMission #MorbiMunicipalCorporation #CleanMorbi #GreenMorbi #WasteManagement