ચોમાસાની કામગીરી ઝડપી બનાવવા મેયર ઉત્તમ સુરાણીએ અધિકારીઓને આપી સૂચનામોરબી : મોરબીમાં અનેક સ્થળોએ પ્રિ-મોન્સૂનની કામગીરીઓની પોલ ખુલી રહી છે. તેવામાં આજે 7 જુલાઈ 2026ના રોજ મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી દ્વારા વોર્ડ નંબર 5માં આવેલા ગાંધી રોડ, ગાંધી સોસાયટી પાસેના વિસ્તારની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.મેયરે ગાંધી સોસાયટી પાસે આવેલા નાળાની વર્તમાન સ્થિતિ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનું ઝીણવટભર્યું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે વિસ્તારમાં આવેલી આંગણવાડીની સુવિધાઓ તેમજ આંગણવાડીની આસપાસની સ્વચ્છતાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન શહેરીજનોને પાણી ભરાવાની કે અન્ય કોઈ પણ પ્રાથમિક સુવિધાઓની સમસ્યા ન નડે તે અમારી પ્રાથમિકતા છે. તમામ મોન્સૂન કામગીરી સત્વરે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.નિરીક્ષણ દરમિયાન તેમણે હાજર ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પ્રી-મોન્સૂન તેમજ મોન્સૂન સંબંધિત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સંબંધિત વોર્ડના કોર્પોરેટરો, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિગતો ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણી દ્વારા જાહેર કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Monsoon2026 #MorbiMahanagarpalika #PublicInspection