મોરબી : મોરબી શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવવા લાગી છે. નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં લાયન્સ સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાઈ જતા મહાપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદના પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન હોવાના કારણે મુખ્ય રસ્તો જળમગ્ન બની ગયો છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #Lionsnagar #NavlakhiRoad #Waterlogging #Monsoon2026 #MorbiCorporation #PreMonsoonWork #PublicIssue #GujaratNews