ટંકારા : ટંકારા તાલુકાના મિતાણાથી ગણેશપર ગામ જતા રસ્તા પર ગત તા.3જુલાઈના રોજ રાત્રીના સમયે મૂળ મધ્યપ્રદેશના વતની મોનાભાઈ તેનુભાઈ પસાયા ઉ.18 પોતાની ભાગમાં રાખેલી વાડીએ એમપી - 45 - એમકયું - 6758 નંબરનું બાઈક લઈને જતા હતા ત્યારે ફ્રેન્સ પોલીપેક કારખાના પાસે અચાનક રોડ પર આખલો આડો ઉતરતા બાઈક આખલા સાથે અથડાતા મોનાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.