મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર એક તૂટેલી ગટરની કુંડીના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પંચાસર રોડ શરૂ થઈ ત્યાં જ ગટરની કુંડી તૂટેલી હાલતમાં છે. જેમાં આજે એક રીક્ષાનું ટાયર ફસાઈ ગયું હતું. આ પહેલા એક ટુવ્હીલર ચાલક પણ આ તૂટેલી ગટરની કુંડીમાં પડ્યા હતા અને ઈજા પહોંચી હતી. જેથી સ્થાનિકો તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે આ ગટરની કુંડી યોગ્ય કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.સ્થાનિકોમાં મહાનગરપાલિકાની આ બેદરકારીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આ તૂટેલી ગટરની કુંડીમાં કોઈ વાહનચાલક ખાબકે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. અને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.