પોલીસના મેગા કોમ્બિંગ દરમિયાન વિશાલા હોટલ પાછળ કાર્યવાહીમોરબી : માળીયા મિયાણા પંથકમાં ગુન્હાખોરી ડામવા પોલીસે હાથ ધરેલ મેગા કોમ્બિંગ દરમિયાન ગઈકાલે સાંજના સમયે માળીયા મિયાણા શહેર નજીક આવેલ હોટલ વિશાલા પાછળ રહેતા આરોપીના ઘેર સઘન ચેકીંગ કરવામાં આવતા એક દેશી તમંચો અને 21 જીવતા કારતુસ મળી આવતા પોલીસે હથિયાર ધારા અંતર્ગત કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં માળીયા શહેરમાં હાથ ધરવામાં આવેલ મેગા કોમ્બિંગ દરમિયાન વિશાલા હોટલ પાછળ રહેતા આરોપી સીદીકભાઈ સુભાનભાઈ કટિયા ઉ.38ના ઘેરથી પોલીસને તલાશી દરમિયાન એક 5000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો તેમજ 21 જીવતા કારતુસ કિંમત રૂપિયા 1050 મળી આવતા પોલીસે હથિયાર કબ્જે કર્યું હતું અને ચેકીંગ અધિકારી વાંકાનેર સીટી પીએસઆઇ વી.કે.મહેશ્વરીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.