ગ્રીનવેલી સ્કૂલ સામે રમાયેલી રોમાંચક મેચમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલે મેળવી જીતમોરબી : મોરબી ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટ–2026 અંતર્ગત ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના રમતગમત મેદાન પર ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ અને ગ્રીનવેલી સ્કૂલ વચ્ચે રોમાંચક ફૂટબોલ મેચ યોજાઈ હતી. જેમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમવર્ક, શિસ્ત અને રમતની કુશળતાનું પ્રદર્શન કરી શાનદાર વિજય મેળવ્યો હતો.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ડી. બી. પાડલીયા, મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક પાડલીયા તથા પૂજા પાડલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મેચ દરમિયાન બંને ટીમના કોચ પણ ઉપસ્થિત રહીને ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ સતત અગ્રેસર રહેતી ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ શાનદાર સિદ્ધિ બદલ વિજેતા ખેલાડીઓ, કોચ અને સમગ્ર સ્પોર્ટ્સ ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #SubrotoCup #FootballTournament #NewEraGlobalSchool #MorbiNews #SportsNews