સરકારી સહાય અને વૈજ્ઞાનિક ખેતીનો અદભુત સમન્વય: હળવદના ખેડૂતો દાડમ વાવીને મેળવી રહ્યા છે લાખોનો નફોમોરબી: મોરબી જિલ્લામાં પરંપરાગત ખેતીની સરખામણીએ ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકો તરફ ખેડૂતોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા, બાગાયતી પાકોનો વ્યાપ વધારવા અને આધુનિક કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબીમાં સરકારના બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી ફળ પાકો (આંબા, જામફળ, દાડમ, લીંબુ) અંતર્ગત દાડમનું નવું વાવેતર કરનારા જિલ્લાના 618 પ્રગતિશીલ ખેડૂતો માટે કુલ રૂ. 167.92 લાખની સહાય મંજૂર કરી મોટી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.DBT માધ્યમથી સીધી બેંક ખાતામાં ચૂકવાઈ સહાયજિલ્લામાં બે અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આ સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.• HRT-9 યોજના: આ યોજના અંતર્ગત જિલ્લાના 840.29 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં દાડમનું નવું વાવેતર કરનારા 613 પ્રગતિશીલ ખેડૂતોને કુલ રૂ. 162.92 લાખની સહાય મંજૂર કરાઈ છે.• HRT-13 યોજના: આ યોજના હેઠળ 5.26 હેક્ટર વિસ્તારમાં દાડમની ખેતીની શરૂઆત કરનારા 5 લાભાર્થી ખેડૂતોને કુલ રૂ. 1.92 લાખની સહાય ચૂકવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.સરકારના આ હકારાત્મક પીઠબળ અને સઘન માર્ગદર્શનને કારણે મોરબી જિલ્લામાં ખાસ કરીને હળવદ પંથકમાં બાગાયતી ક્રાંતિના નવા દ્વાર ખુલી ગયા છે.હળવદના પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની ગાથાસરકારી સહાય અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિના સમન્વયથી સફળતા મેળવનારા ખેડૂત એવા હળવદ તાલુકાના સિરોઈ ગામના પ્રગતિશીલ બાગાયતદાર મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજાએ વર્ષ 2017-18માં સરકારની HRT-2 યોજના હેઠળ 4 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કર્યું હતું, જેમાં તેમને રૂ. 94,564/- ની સહાય મળી હતી. આજે વર્ષ 2025-26ની સ્થિતિએ તેઓ માત્ર રૂ. 10 લાખના અંદાજિત ખર્ચ સામે રૂ. 80 લાખની માતબર આવક મેળવીને વાર્ષિક રૂ. 70 લાખનો માતબર ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે.તેવી જ રીતે હળવદના રાણેકપર ગામના ખેડૂત પ્રકાશભાઈ પ્રવીણભાઈ સાવલિયાએ પણ 3 હેક્ટર વિસ્તારમાં દાડમની ખેતી શરૂ કરી સરકાર તરફથી રૂ. 76,833/- ની સહાય મેળવી હતી. હાલ તેઓ વાર્ષિક રૂ. 6 લાખના રોકાણ સામે રૂ. 45 લાખની કુલ આવક મેળવીને રૂ. 39 લાખનો નફો મેળવી રહ્યા છે.આ બંને સફળ ખેડૂતોના જણાવ્યા અનુસાર, દાડમની વૈજ્ઞાનિક ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ, આયોજનબદ્ધ પોષણ અને સમયસર પાક સંરક્ષણ અપનાવવાથી પાકની ગુણવત્તા વૈશ્વિક સ્તરની બને છે, જે પરિવારને આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે.નાયબ બાગાયત નિયામકની ખેડૂતોને ખાસ અપીલમોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામક વિ.એચ. નકુમ આ અંગે જણાવે છે કે, હળવદ અને તેની આસપાસની જમીન તથા આબોહવા દાડમની ઉત્કૃષ્ટ ખેતી માટે કુદરતી રીતે અત્યંત સાનુકૂળ છે. દાડમ એ ઉચ્ચ રોકડીયો અને મોંઘો બાગાયતી પાક હોવાથી તે લાંબા ગાળે ખેડૂતો માટે સચોટ નફાનો સ્રોત સાબિત થાય છે. તેમણે મોરબી જિલ્લાના તમામ ધરતીપુત્રોને પરંપરાગત પાકોની સાથે-સાથે બાગાયત વિભાગના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક ઢબે ફળ પાકોનું વાવેતર કરવા અને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવવા અનુરોધ કર્યો છે.#Morbi #MorbiUpdate #AgricultureNews #Horticulture #PomegranateFarming #Halvad #FarmersSubsidy #GujaratGovernment #AgriRevolution #ProgressiveFarmers